Lyrics: Jui Parth Music: Parth Bharat Thakkar હે ગોકુળનાં ક્હાન થઈ આવો રાધાનાં શ્યામ થઈ આવો કાનુડા તમે, ઓ શ્યામ તમે, ઓ વ્હાલા તમે વાંસળી વગાડતા આવો કાનુડા તમે રાસ રચાવો
વૃંદાવનમાં, મીઠી મીઠી મોરલી વાગી રે વાગી આજ વાગી રે રાધા કૃષ્ણની જુગ જુગની પ્રીત આ જાગી રે જાગી આજ જાગી રે રમઝટ રાસની જામી રે
સુંદિરવર શ્યામ થઈ આવો
કાનુડા તમે, ઓ શ્યામ તમે, ઓ વ્હાલા તમે વાંસળી વગાડતા આવો કાનુડા તમે રાસ રચાવો
ગરજ ગરજ ઘન અરજ અરજ સમ મોર બપીહા ગાયે ઘમક ઘમક ઘમ બીજલી ચમક દમ જલ બાદલ વરસાયે કન્હા રે તારી મોરલી વાગે રાધા કે સંગ કૃષ્ણ રાસ રચાયે સુંદિરવર શ્યામ આજ પધારે -જૂઈ પાર્થ